🌹🙏ગણગૌર ઉત્સવ ની ખૂબ ખૂબ શુભ મંગલમય વધાઈ 🙏🌹
વ્રજ માં ચૈત્ર સુદ બીજ કે ત્રીજ થી ચૈત્ર સુદ પાંચમ કે છઠ સુધી ત્રણ કે ચાર દિવસ નો ગનગોર ઉત્સવ મનાવાય છે. જેમાં શ્રી પ્રભુ ને વિશેસ સામગ્રી અને વસ્ત્ર ધરાવા માં આવે છે અને ઘણી જગ્યા એ શ્રી યમુનાજી સાથે કાતો એકલા ગનગોર નું સ્થાપન થાય છે. વ્રજકુમારિકાઓએ નંદનંદન જેવા ઉતમ વર ની પ્રાપ્તિ માટે આ વ્રત કરેલ છે અને સોભાગ્યવતી સ્ત્રીઓ નંદનંદન અને શ્રી યમુનાજી ની કૃપા આશીર્વાદ પ્રાપ્ત કરવા આ વ્રત કરે છે. જેમાં મુખ્યત્વ અલોકિક પતિ એવા શ્રી પ્રભુ ને પામવાની પ્રબળ ભાવના છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રી ગુંસાઈજી એ વ્રજ ના તમામ લોક ઉત્સવ ને સેવા પ્રકાર માં સમન્વય કરી ને આનંદ કંદ પ્રભુની પ્રાપ્તિ માટે સેવા ક્રમ પ્રણાલીકા નું સર્જન કર્યું છે તેમજ અષ્ટસખાઓએ ગનગોર ભાવ ના અનેક પદ ની રચના કરી છે.
શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી ના ભાવથી ગનગોર નું સ્થાપન થાય છે. જેમાં ક્યાય પણ અન્યાશ્રય ની ભાવના નથી. શ્રી સ્વામનીજીએ પણ આ ગનગોર વ્રત પૂજન નંદનંદન ની પ્રાપ્તિ માટે કરેલ " કોન ગોર તે પૂજી રાધે , કોન ગોર તે પૂજી " એમ શ્રી રાધાજી ને પૂછવામાં આવે છે કે આટલા સુંદર વર શ્રી શ્યામસુંદર આપને વર્યા છે તે કઈ ગોર ની પૂજા આપે કરી હતી. તે અમને પણ કૃપા કરી બતાવો ત્યારે શ્રી રાધાજી જવાબ આપે છે " શ્રી યમુના ગોર મેં પૂજી " એટલે રાધાજી કહે છે કે આપણા સાચા ગોર તો શ્રી યમુનાજી છે જેમને મેં પૂજ્યા છે અને એમની કૃપા થી મેં આ શ્યામસુંદર વર ને પામ્યા છે. જેથી શ્રી ઠાકોરજી ને પામવા જે પૂજન કરવાનો સામગ્રી આરોગાવાનો તથા તેને અનુરૂપ વસ્ત્ર ધરાવાનો ભાવ છુપાયેલો ત્યાં ભગવદ્ પ્રાપ્તિની મનોકામના છે ત્યાં ક્યાય અન્યાશ્રય નથી. એટલે આ ચાર દિવસો માં શ્રી યમુનાજી ના ગુણ ગાન, રસ ગરબા, કીર્તન, પાઠ કરી ને ગનગોર ને પૂજવામાં આવે છે.
પ્રથમ ગનગોર ના લાલ વસ્ત્ર
દ્વિતીય ગનગોર ના લીલા વસ્ત્ર
તૃતીય ગનગોર ના ગુલાબી વસ્ત્ર
ચતુર્થ ગણગોર ના કેસરી વસ્ત્ર (શ્રી યમુનાજી તથા ષષ્ઠ કુમાર શ્રી યદુનાથજી નો ઉત્સવ આવતો હોવા થી)
ગનગોર ને સારો દિવસ જોઇને વિદા કરવા માં આવે છે. મંગળવાર કે રવિવાર હોય તો ગનગોર વિદા ના થઇ શકે.
.......કીર્તન......
(1)
https://youtu.be/XcjFuORkWn8
સખી ચાલોને સહુ મળી સાથમાં રે,
દેવી ગણગોર પૂજવાને કાજ.
આજ આનંદ વ્રજમાં ઉલટીયો રે ,
ગૌરી પૂજન તણો તહેવાર.
લલિતા વિશાખા ચંદ્રાવલી રે,
સખીજનો નો તે સાથ અપાર.
ગીત ગાતી મળી સહુ સાથમાં રે,
અંગે સોળે સજયા છે શણગાર.
એને ચરણે તે ઝાંઝર ઝણકતા રે,
ચાલી ચટકીલી એવી ચાલ .
જેને નાકે તે નથડી ઓપતી રે,
કંઠે શોભે અમોલખ હાર .
ગીતો ગાતી કોકિલનાં કંઠથી રે ,
આવી પહોંચી નિકુંજને દ્રાર .
ત્યાં તો યુગલ સ્વરૂપ બિરાજતા રે,
કરી આરતી ને લાગી છે પાય .
સખી ચાલોને સહુ મળી સાથમાં રે,
દેવી ગણગોર પૂજવાને કાજ.
(2)
https://youtu.be/xytLAedoWhY
રાધે તુ પ્યારી અવર નહી કોઈ,
જેને જગ મોહ્યો તે તો તને રહ્યો મોહી..
વ્રજ ની વનિતા જેની પૂંઠે પૂંઠે ભમે,
એ રે વાલાને તારી ગાળો જ ગમે..
વ્રજ ની વનિતાઓને નાક ધસાવે,
એ રે વાલો તારે ઘેર વણતેડયો આવે..
હું રે શું જાણુ એને મળવા જ ક્યાંથી,
ધડી એક નવરો ન થાય તારે ત્યાંથી..
તે વશ કીધા રાધે દયાના પ્રીતમ ને,
હુ રે શું જાણું તે તો કઈ ગોર પૂજી....
Comments
Post a Comment
Harshidasoni.hs29@gmail.com