1. માવો બનાવવાની રીત :- ૧ લીટર દૂધનો માવો કરવો હોય તો ચાર લીટર દૂધ સમાય તેવી મોટી પેણી (કડાઈ) લેવી. પેઢી અને તવેથો માંજી ને ચ ડોકચકિત કરવા.જરા પણ કાટ કે મેલ ન રહે તેની કાળજી રાખવી.નહી તો માવો કાળાશ પકડશે.સારા એવા તાપમાં દૂધ ને પેણી માં આંચ પર ચઢાવવું.આસપાસ નીચે ચોંટે નહીં એ રીતે કાળજીપૂર્વક હલાવતા રહેવું.શિખંડ જેવું ઘટ્ટ થાય એટલે પેણી ઝડપથી આંચ પરથી ઉતારી લીધા પછી માવો પેણી માં આસપાસ પાથરી દેવો.ઠંડો પડે પેણીમાંથી કાઢી લેવો.સફેદ જ રહેવો જોઈએ.રંગ પકડવો ન જોઈએ.ઠંડો પડ્યા પછી ઉપયોગ કરવો.બહુ સારું દૂધ હોય તો ૪ શેર દૂધે શેર માવો ઊતરે.અત્યારે ૫ શેર દૂધે શેર માવો ઊતરે છે
__બુરુ ખાંડ___
2. બુરુ બનાવવાની રીત :- ૫૦૦ ગ્રામ ખાંડ માં ૧૫૦ ગ્રામ પાણી કરી પેણીમાં હલાવતા રહેવુ.પેણી તવેથો સાફ માંજેલા ચકચકિત લેવા.ખાડનો ઉભરો આવવા માંડે એટલે દૂધ પાણી ભેગું કરીને છાંટવું અથવા લીંબુ નો રસ નાંખવાથી પણ મે
છૂટો પડી જશે. તે ઝારાથી કાઢી લેવો.પછી ઘટ્ટ થવા આવે એટલે ઝટ ઉતારી હલાવ-હલાવકરવાથી બૂરું બની જશે.હલાવવામા ખામી રાખવાથી ગાંગડી પડશે.આ બૂરાને ખલમાં ઘૂંટી લેવું.ખાડ સારી નહીં હોય તો ચાસણી થતી વેળા ઉપર મેલઆવશે એ સાચવી ને બહાર કાઢી લેવો
https://youtu.be/ei2dpUGbBQ0
Comments
Post a Comment
Harshidasoni.hs29@gmail.com