મિત્રો તમે પણ જાણતા હશે કે કબજિયાત ઘણા લોકો ને થાય છે મારું તો એવું માનવું છે કે 10 માંથી 6 વ્યક્તિ તો કબજિયાત ની બીમારીના ભોગ બનેલા હોય છે. તે કઈ સામાન્ય વાત નથી તેની સાથે તો બીજા કેટલાય રોગો થઈ શકે છે. દરેક વ્યક્તિ માં જોવા મળતી આ ખાસ બીમારી છે.
કબજિયાતની સમસ્યાએ હાલના સમયમાં દરેક વ્યક્તિને વધારે થતી સમસ્યાઓમાંથી એક છે આ સમસ્યા પાછળ નું મુખ્ય કારણ આપણું રહેણીકરણી અને ખાનપાન છે. કબજિયાત દરમિયાન વ્યક્તિ તાજગી નથી અનુભવી શકતો.
જો તમને લાંબા સમયથી કબજિયાત રહે છે અને તમને આ બીમારીનો ઈલાજ નથી કરાવ્યો તો આ એક ભયંકર બીમારીનું રૂપ લઈ શકે છે. આજ પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે લોકો દવાઓથી લઇને ઘણી ચીજોનો સહારો લે છે. આથી આજે અમે તમને કબજિયાત દૂર કરવાના ઘરેલુ ઉપાયો જણાવી રહ્યા છીએ.
રાત્રે સૂતી વખતે ડૂંટીની અંદર દિવેલ સહેજ નવશેકુ કરી ટીંપા નાખવા અને આસપાસ ગોળ ફરતી માલિશ કરવી.સોનામુખી ચૂર્ણ હુંફાળા પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.પાકા ટામેટાન એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છૂટો પડી કબજિયાત મટે છે.
નરણા કોઠે સવારમાં થોડું ગરમ પાણી એક અઠવાડિયું પીવાથી કબજિયાત માં અચૂક લાભ થાય છે.લીબું રસ ઠંડા કે ગરમ પાણીમાં સવારે કે રાત્રે પીવાથી કબજિયાત દૂર થઇ જાય છે.ખજૂર રાત્રે પલાળી રાખી સવારે મસળી,ગાળીને આ પાણી પીવાથી કબજિયાત મટે છે.
ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ,એક ચમચી લીંબુનો રસ,ને બે ચમચી મધ મિક્સ કરી પીવાથી કબજિયાત મટે છે.કાળી દ્રાક્ષ ને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે દ્રાક્ષ મસળી,ગાળી તે પાણી પીવાથી કબજિયાત મટે છે.રાત્રે સૂતી વખતે એકાદ બે સંતરા ખાવાથી કબજિયાત મટે છે.
ત્રણ ગ્રામ મેથીનું ચૂર્ણ સવાર-સાંજ ગોળ અને પાણીમાં ઉકાળી તે ઉકાળો રાત્રે અને સવારના પહોર માં પીવાથી કબજિયાત મટે છે.ચાર ગ્રામ હરડે ને એક ગ્રામ તજ સો ગ્રામ પાણીમાં ગરમ કરી તે ઉકાળો રાત્રે તથા સવારના પહોર માં પીવાથી કબજિયાત મટે છે.રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દૂધમાં બે ચમચી મધ મેળવી પીવાથી કબજિયાત મટે છે.
અજમાના ચૂર્ણમાં સંચળ નાખી ફાકવાથી કબજિયાત મટે છે.તુલસીના ઉકાળામાં સિંધવ અને સૂંઠ મેળવીને ફાકવાથી કબજિયાત દૂર થઇ છે.જાયફળ લીબુનાં રસમાં ધસીને તે ધસારો લેવાથી કબજિયાત મટે છે.
જમ્યા પછી એકાદ કલાકે એક હિમજ ખૂબ ચાવીને ખાવાથી કબજિયાત દૂર થાય છે.કાંદાના ગરમ રાખમાં શેકી,રોજ સવારે ખાવાથી કબજિયાત મટે છે.અને શકિત વધે છે.
કબજિયાત હોય અને ભુખ ઓછી લાગતી હોય તો સૂંઠ, પીપર,જીરૂ, સિંધાલૂણ, કાળામરી સરખે ભાગે લઈ બારીક વાટી ચૂર્ણ બનાવી,બે ગ્રામ દરરોજ જમ્યા પછી લેવી.કબજિયાત માં ફાયદો થાય છે.દૂધ અથવા નવશેકા પાણી સાથે ચપટી વરિયાળી રોજ ફાકવાથી કબજિયાત દૂર થઇ જાય છે.
Comments
Post a Comment
Harshidasoni.hs29@gmail.com