રોગ રક્ષક મેથીનો ઉકાળૉ પીવો અને પાઓ

              
મેથીના દાણા કડવા પણ ખૂબ જ ગુણકારક હોય  છે.મારા દાદીમાં એ આવા ધરેલુ ઉપચાર બતાવેલા છે.અને અનુભવ સિધ્ધ છે તો બને એટલા વધુ લોકો લાભ લે.


                     આયુર્વેદમાં દરેક દવા કરતાં પણ વધુ ફાયદાકારક શરદી-ખાંસી, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલનો 100% અસરકારક ઉપચાર છે.  અને આપણુ રસોડુ એ જ આયુર્વેદનુ દવાખાનુ છે. મસાલિયા માં રહેલી દરેક ચીજ આપણા શરીર માટે ફાયદાકારક છે. નાનકડી દેખાતી મેથી પણ શરીર માટે લાભકારક છે. મેથી સ્વાદમાં થોડી કડવી હોય છે


           આયુર્વેદ પ્રમાણે મેથીના દાણા સ્વાદમાં કડવા, તીખા, ગરમ, પિત્તવર્ધક, ભૂખ લગાડનાર, પચવામાં હળવા, બળપ્રદ, હૃદય માટે હિતકારી અને મળને અટકાવનાર છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્ર્ટ, ચરબી, જળ, લોહ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન વગેરે તત્વો આવશ્યક માત્રામાં રહેલાં છે. તો આજે આપણે આ નાનકડા દાણાનાં મોટા મોટા ફાયદા જોઇએ. તેના ફાયદા અઢળક છે.



●  નીચેના રોગોથી બચશો

              શરીરમાં એલોપથી નો મ્યુકસ, આયુર્વેદ નો આમ વધવાથી અનેક રોગ  થાય છે.આપણી ખરાબટેવો,ધુમ્રપાન, તમાકુનો ઝેરી ધુમાડો,અસમતોલ ભોજનથી પેટ પેઢીની દિવાલો ઊપર મ્યુકસ ના જાડા થર બાઝવ લાગે,કાર્યક્ષમતા ધટવા લાગે ,ધડપણ વહેલું આવે,શ્ર્વાસ ગંધાય, પવન છૂટ થાય,પેટમાં બળતરા થાય ,પેશાબ ની તકલીફ થાય, લોહી ધટ્ થવા લાગે,રુધિરાભિસરણ મંદ પડે.દેહના કોષોને પૂરતો પ્રાણવાયુ મળે નહીં,શરીરનો કચરો બહાર નીકળે નહી,આથી દેહના કોષો,અવયવો રોગિષ્ટ  બનવા લાગે છે.આંતરડા માં સોજો, ચાંદી,શ્ર્વાસ લેવામાં તકલીફ, કબજિયાત ,શરદી,સળેખમ ,ઊધરસ ,ખોરાક ની અરુચિ,ભૂખ  લાગે નહીં,મૂત્રપિંડ માં સોજો  વગેરે અવનવા રોગોના શિકાર બનવાનું થાય છે   

            દેહરુપી આ યંત્રને સદાબહાર  સ્વચ્છ કાર્યરત  રાખવા,ટકાવી રાખવા જરૂર  કરતા વધારે મ્યુકસ આમનો બગાડ રોકવા આ મેથી ની ચા અતિ ઉપયોગી છે.



●  બનાવવાની રીત 

              એક ગ્લાસ પાણીમાં એક  બે ચમચી ખાંડેલી કે મીક્ષ્ચરમાં ખોખરી કરેલી મેથી ધીમે તાપે ઉકાળો.અડધું  પાણી બાકી રહે એટલે ગેસ પરથી ઉતારી ગાળીને ઠંડુ કરીને પીઓ .મેથીના વધેલા કુચા દાળ,શાક, કચુંબર, કે રોજીંદી રસોઈ માં વાપરો.ઉકાળો માં સ્વાદ માટે ગોળ પણ વાપરી શકાય  છે. થોડુ દૂધ નાખીને પણ બનાવી શકાય  છે.આ ઉકાળો ગમે ત્યારે પી શકાય છે.સવારે વહેલા પી શકો તો સારુ. સવાર-બપોર-રાત્રે એમ ત્રણ વખત પણ પી શકાય છે.એક જ વાર પીવો તો રાત્રે સૂતા પહેલા પીઓ. 


● ફાયદા

૧.   શરીરમાં મ્યુકસ વધતો અટકાવે છે.

૨.   શરીરના અવયવોને શુદ્ધિ થાય છે.

૩.   આંતર-ત્વચાનો સોજો અને ચાંદા રોકે છે.

૪.   પેટની બળતરા રોકે છે.

૫.   ખાટા ઓડકાર થી બચાવ,શ્ર્વાસ ગંધાય નહીં

૬.    ખોરાક હજમ કરે,ભૂખ  લગાડનાર

૭.    કબજિયાત  મટાડે. પાચન શક્તિ વધારે

૮.    મૂત્રપિંડ નો સોજો ધટાડે.કાર્યક્ષમતા વધારે

૯.    સ્વાદ અને ગંધની પાર્કિંગ વધે

૧૦.   ખોખરા બેઠેલા અવાજને સુધારે

૧૧.   સ્ત્રીઓ ના પ્રદરને રોકે છે.

૧૨.   ટોન્સિલ-કાકડા વધતા રોકાય છે.

૧૩.   પરસેવાની ગંધ દૂર કરે છે.

૧૪.   ડિપ્રેશન, માનસિક બેચેની બચાવ થાય છે.

૧૫.   પીતાશયની પથરી,કમળો,લોહી દબાણ અટકાવે છે

૧૬.   દાંતનો સડો,શ્ર્વાસ નળીનો સોજો,શરદી ઉધરસ               અટકાવે છે.

૧૭.   સાંધાના દુખાવા -વા માં ઉપયોગી છે.


               આમ મેથીનો ઊકાળો દેહરુપી યંત્રને સ્વચ્છ, સ્વસ્થ ,પ્રસન્ન, કાર્યરત  રાખવા અને અનેક રોગોથી બચવા નિયમિત  પીઓ અને પાઓ.


               મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક 👍બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય,માહિતી ગમે તો જરુર થી  share , comment કરજો,..આભાર 

 





      


Comments