* પુષ્ટિ માર્ગ નું સર્વશ્રેષ્ઠ પરિબળ*
-: અનન્યતા :-
પુષ્ટિ માર્ગએટલે તત્સુખી દિવ્ય પ્રેમ માર્ગ.પ્રેમને જેણે જાણ્યો તે જ પુષ્ટિ જીવ કહેવાય છે.ભૂતલ પર જીવ જ્યારે બ્રહ્મસંબંધ લઈ વલ્લભનું સાચું શરણ સ્વીકારે છે ત્યારે જીવ નો નવો જન્મ થયો એમ કહેવાય છે.શ્રી વલ્લભ પ્રભુ પુષ્ટિ જીવ પર કૃપાનું દાન કરી તેને પોતાનું સર્વસ્વ એટલે કે (સેવ્ય સ્વરૂપ) પધરાવીઆપે છે.જેથી જીવને પોતાના જીવનનો ધ્યેય અને લક્ષ્ય સદાય ધ્યાનમાં રહે માટે પુષ્ટિ જીવે પોતાના જીવનની દરેક કૃતિ અથવા કર્તવ્ય પોતાના પ્રભુને લક્ષ્ય માં રાખી ને જ કરવી જોઈએ કારણ કે બ્રહ્મસંબંધ લીધા પછી એણે વિચારવું જોઈએ કે હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાનો છું?શા માટે આવ્યો છું? શું કરી રહ્યો છું? શું કરવાનું છે? પહેલા કોણ હતું?હવે પછી મારું કોણ હશે? મારું સ્વરૂપ કેવું?આ સંબંધ મારો વલ્લભ પ્રભુ સાથે બંધાયેલો છે.એ મનોવિચારો દ્વારા તમારૂં મન ધીમે ધીમે નીકળી અને વલ્લભ પ્રભુ નાં ચરણારવિંદ માં લાગશે અને તમારાં ધ્યેય અને લક્ષ્ય ને મજબૂત બનાવશે.એટલે જ સર્વોત્તમજી માં શ્રીમદ્ પ્રભુચરણે કહ્યું છે કે"પતિવ્રતા ના પતિ સાક્ષાત,કરે યહલોક પરલોક દાન વિખ્યાત"માટે હે જીવ શ્રી વલ્લભ પ્રભુ નો દ્દઢ આશ્રય રાખી અને ભગવદીય ની આજ્ઞા અનુસાર અનન્યતા ના પુષ્ટિ પંથ પર પગલાં માંડી તારા મંગલ જીવન ની શરૂઆત કરી તારા જીવન ને સાર્થક બનાવજે.
પરંતુ અનન્યતા કેળવવી કઠીન છે.અનન્યતા માટે ચાતક નું દષ્ટાંત આપણને સર્વશ્રેષ્ઠ શીખ આપે છે. "પ્રેમ નિયમ એક પાળતા સકલ નિયમ ટળી જાય"
વિશુદ્ધ પ્રેમ નો નિયમ આ પ્રમાણે છે કે પોતાના પ્રિય સ્વરૂપ સિવાય આ પ્રેમીજન બીજું કંઇ જોતો નથી, બીજું કંઇ જાણતો નથી, બીજું કંઇ સાંભળતો નથી,તેમ બીજા નો વિચાર કરતો નથી.તેના નેત્રો સર્વત્ર પ્રિયતમના સ્વરૂપ ને જ જોયા કરે છે,અને પ્રિય હ્રદય મંદિર માં બિરાજી મધુર પ્રેમના સુર ભરી મોરલી નાદ કરે છે.તે આંતર નાથને સાંભળી તેમાં જ મસ્ત રહે છે.આપણને જે પ્રેરણા થાય છે તે પ્રિયતમનો મધુર વેણુનાદ છે.વિશુદ્ધ પ્રેમીજન પોતાના પ્રિયતમ ની જ મધુર વાણી ને સાંભળે છે.બીજાની વાણી ને તે ગ્રહણ કરતો નથી.જયારે અનન્ય થઈ ને મનની સમસ્ત વૃત્તિઓ પ્રિય માં તદાકાર થાય છે.ત્યારે પ્રિયતમ ના મધુર નાદને સાંભળી શકાય છે.આ નાદમાં દિવ્ય પ્રેમભાવોની ધારા ચાલતી હોય છે તેને સાંભળી ને પ્રેમીજન મસ્ત બની જાય છે.ભગવાન વેણુનો નાદ કરે છે ત્યારે જડ પદાર્થ માં ચૈતન્યતા આવે છે.અને ચૈતન્ય પદાર્થ જડ બની જાય છે.એવો નાદનો પ્રભાવ છે.આ મધુર નાદનુ શ્રવણ કરી દુનિયા ને ભૂલી જાય છે, અને બીજા નો વિચાર કરી શક્તો નથી, અથવા મધુર નાદમાં મસ્ત બની જવાથી દુનિયા નું વિસ્મરણ થઈ જાય છે.તેથી બીજા બંધાય નિયમો પ્રેમી હ્રદય ને છોડી ને ચાલ્યા જાય છે.એક પ્રિયતમ વલ્લભ સિવાય બીજા કોઈ નું સ્થાન રહેતું નથી.
સાચી "અનન્યતા"સ્થિર કરવા માટે અમૂક ગુણો એમાં રહેલા હોવા જોઇએ તો જ સાચી અનન્યતા તેને કહી શકાય છે.જેમ કે શુદ્ધ પ્રેમણા અતિ દુર્લભા
સૌ પ્રથમ શુધ્ધ પ્રેમ,નિ:સ્વાર્થ પ્રેમ,નિ:સાધનતાપણુ,સદાય મનની પ્રસન્નતા, દીનતા,દાસત્વ,કોમળ વાણી અને પોતાના પ્રભુનો અનન્ય આશ્રય હોય તેને અનન્ય ભક્ત જાણી શકાય.અનન્ય ભક્તિ થી જીવ પોતાના મન, ધ્યેય અને લક્ષ્ય ને મજબૂત બનાવે છે.
"અપને ધ્યેય ઔર લક્ષ્ય કો ઇતના મજબૂત
બના દો કી વ્યર્થ કામ કે લીયે સમય જ ના બચે"
જે જીવ પર અનન્યતા ની શરૂઆત થાય છે તેને દરેક જગ્યાએ અથવા દરેક વસ્તુ માં પોતાના પ્રભુ ના સ્વરૂપ ની જ ઝાંખી થાય છે.
Comments
Post a Comment
Harshidasoni.hs29@gmail.com