વટાણા ના પરોઠા


      - વટાણા ના પરોઠા બનાવવાની રીત - 






અત્યાર સુંધી તમે ગુજરાતી, પંજાબી, રાજસ્થાની એમ અલગ અલગ પ્રદેશ ના અલગ અલગ સ્વાદ વાળા પરોઠા ઘરે કે બહાર જમ્યા હસો પણ આજ આપણે આ બધા પરોઠા થી અલગ અને સ્વાદિષ્ટ પરોઠા શીખીશુ. 




*વટાણા ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી*



ઘઉંનો લોટ 2 કપ

મીઠું સ્વાદ મુજબ

તેલ 2-3 ચમચી

પાણી જરૂર મુજબ

સ્ટફિંગ માટેની સામગ્રી

વટાણા 2 કપ

તેલ 1-2 ચમચી

રાઈ ½ ચમચી

જીરું ½ ચમચી

વરિયાળી ½ ચમચી

આદુ મરચાની પેસ્ટ 2 ચમચી

બેસન 2 ચમચી

લાલ મરચાનો પાઉડર 1-2 ચમચા

ધાણા જીરું પાઉડર 1 ચમચી

ચાર્ટ મસાલો 1 ચમચી

ગરમ મસાલો ½  ચમચી

લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

મીઠું સ્વાદ મુજબ

કાળા તલ જરૂર મુજબ

લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ

શેકવા માટે તેલ





*Vatana na parotha banavani rit*




વટાણા ના પરોઠા બનાવવા સૌપ્રથમ પરોઠા માટેનો લોટ બાંધી લેશું. 


લોટ બાંધવા એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો


 ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી નરમ.લોટ બાંધી લ્યો. 


બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.



પરોઠા માટેનું સ્ટફિંગ બનાવશું. 


સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ વટાણા ને દાણા ને ધોઇ સાફ કરી કોરા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં દરદરા પીસી એક બાજુ મૂકો.


 હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, વરિયાળી નાખી મિક્સ કરી તતડાવી લ્યો ત્યાર બાદ આદુ મરચાનો પેસ્ટ નાખી શેકી લ્યો.


એમાં બેસન નાખી એક થી બે મિનિટ ધીમા તાપે શેકી લ્યો.


 બેસન શેકાઈ જાય એટલે એમાં પીસેલા વટાણા નાખી ધીમા તાપે બે ચાર મિનિટ માટે શેકી લ્યો.


 ચાર મિનિટ પછી એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો


 ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડુ કરવા મુકો.



વટાણા ના પરોઠા બનાવવા બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો


 ત્યાર બાદ એમાંથી એક લુવો થાય એટલો લોટ લઈ એમાંથી લુવો બનાવી લ્યો અને લુવા ઉપર કાળા તલ અને લીલા ધાણા સુધારેલા નાખી કોરા લોટની મદદથી રોટલી બનાવી લ્યો.


તૈયાર રોટલી ને ઊંધી કરી નાખો અને વચ્ચે સ્ટફિંગ મૂકી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો 


અને ફરી કોરા લોટ થી હલકા હાથે પરોઠા ને વણી લ્યો.


 હવે ગેસ પર એક તવી ગરમ.કરવા મૂકી ગરમ તવી માં વણેલો પરોઠાને નાખી બને બાજુ થોડા થોડા શેકી લ્યો


 ત્યાર બાદ તેલ લગાવી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો


 આમ એક એક પરોઠા ને વણી ને શેકી લ્યો અને 


ત્યાર બાદ સોસ કે ચટણી સાથે મજા લ્યો. વટાણા ના પરોઠા.




*Vatana na parotha notes*



લોટ ને થોડો નરમ બાંધશો તો પરોઠા માં સ્ટફિંગ ભ્રીનલિધા બાદ વણવાથી તૂટી નહિ જાય.

Comments