બટાકાના ઉપયોગ વગર નવી જ રીતે બનાવો ચકરી

 રેસીપીનું નામ : ફરાળી મોરૈયાની ચકરી 




સામગ્રી : 

1. ૩/૪ કપ/૧૨૫ ગ્રામ સામો/મોરૈયો


2. ૧.૫ ચમચી તલ


3. ૧.૫ ચમચી આદુમરચાની પેસ્ટ


4. મીઠું


5. તેલ



બનાવવાની રીત :


1. સૌ પ્રથમ સામાને ધોઈને ૨-૩ કલાક માટે પાણીમાં પલાળી દેવો.


2. પછી તે સામાને નીતારી વગર પાણીએ પીસી લેવું, જરૂર પડે તો માત્ર ૧-૨ ચમચી જ લેવું.


3. તેને હવે એક નોનસ્ટીક પેનમાં લઇ મીડીયમ ગેસ પર લગભગ ૨ મિનીટ માટે ફેરવવું જેથી કરીને તેમાં રહેલ પાણી બરી જાય અને ચકરીનો લોટ આપને જેવો તૈયાર કરી તેવો થય જાય.


4. હવે તેને એક વાસણમાં કાઢી તેમાં મીઠું, તલ, આદુમરચાની પેસ્ટ મિક્ષ કરી લોટ તૈયાર કરવો.(બાંધવામાં જરૂર પડે તો જ ૧ ચમચી જેવું પાણી લેવું)


5. હવે સંચામાં સ્ટારની ચકરી લગાવી તેમાં લોટ ભરી પ્લાસ્ટિકની શીટ પર સંચો ગોળ ગોળ ફેરવતા જઈ ચકરીનો શેપ આપી દેવો છેલ્લે કિનારી ચોટાડી દેવી.


6. આમ ૫-૭ ચકરી તૈયાર કરી હળવેકથી ચકરી હાથમાં લઇ તેલમાં તળી લેવી.


7. તળતી વખતે ધ્યાન રાખવાનું કે તેલમાં ચકરી નાખીને જારો અડાડવો નહિ, ગુલાબી થાય પછી જ ફેરવવી. ત્યાં સુધીમાં બીજી ચકરી તૈયાર કરી લેવી…


8. તો તૈયાર છે ફરાળી ચકરી.



--------------------------------

Comments