ઠોર - શક્કરપારા
સામગ્રીઃ- મેંદો ૧૦૦ ગ્રામ, રોટલીનો લોટ ૧૦૦ ગ્રામ, ભાખરીનો લોટ ૫૦ ગ્રામ, ખાંડ ૪૦૦ ગ્રામ, ઘી ૪૫૦ ગ્રામ, થોડા તલ.
રીતઃ- ત્રણે લોટ ભેગા કરી, તેમાં તલ અધકચરા વાટીને કરવા. લગભગ ૧૦૦ ગ્રામ જેટલું ઘી ગરમ કરીને મોણ કરવું. બરોબર હલાવી જળથી ભાખરી કરતાં સહેજ નરમ કણકે બાંધવી. લોટ મસળવો નહિં. હલકે હાથે બાંધવો. લોટ બાંધી જેવડા ઠોર કરવા હોય. તેવડા લુવા પાડી લેવા. તાવડીમાં ઘી બરોબર ગરમ થાય પછી ગેસ ધીમો કરી ઠોર તળવા મૂકવા. ફૂલી જાય પછી તેમાં અણીદાર સળીથી કાણાં પાડવા. બંને બાજુ ફેરવીને કાણાં પાડવા, જેથી ઠોર અંદરથી તળાય અને પાંદડી પડે. ઘીમા તાપે ૧૦ થી ૧૫ મિનિટ તળાવા દેવા. ફેરવતા જવું. બરોબર લાલ રંગના થાય ત્યાં સુધી તળવા. ત્યારબાદ થાળીમાં છૂટા મૂકવા. ઠંડા થયા પછી ખાંડની ચાસણી કરવી. ગોળી પડતી કડક ચાસણી કરી, નીચે ઉતારી ઘૂંટવી. સફેદ થાય એટલે બધા ઠોરને ચાસણી પાઇ દેવી. ચાસણીમાંથી કાઢ્યા પછી ઘી લગાડેલી થાળીમાં છૂટા છૂટા ગોઠવવા. ચાસણી ઠરે એટલે ફેરવવા. બંને બાજુ ચાસણી ઠરે અને સૂકાય એટલે ડબામાં ભરવા અને શ્રીપ્રભુને ધરાવવા.
શક્કરપારા માટે આ જ ક્ણેકમાંથી જાડો રોટલો વણી, શક્કરપારા આકારમાં કાપા કરી ઘીમાં તળી લેવા. તેમાં પણ કાણાં પાડવા. બદામી રંગના થાય ત્યાં સુધી ઘીમા તાપે તળવા અને ઠંડા થાય પછી ચાસણી પાવી.
======================================
*************************************************


Comments
Post a Comment
Harshidasoni.hs29@gmail.com