પનીર ચીલા જૈન
સામગ્રી :
25 મીનીટ
2 લોકો માટે
ચીલાનું બેટર બનાવવા માટે:
1/2 કપ મગની ફોતરાવાળી દાળ
1/4 કપ ચોખા
1 મોટી ચમચી લાલ મરચું પાઉડર
1 મોટી ચમચી ચાટ મસાલો
1/2 મોટી ચમચી હળદર પાઉડર
મીઠું સ્વાદ અનુસાર
પનીરનું સ્ટફીગ બનાવવા માટે:
1/2 કપ ખમણેલું પનીર
1/4 કપ સમારેલા ટામેટાં
1/4 કપ ઝીણી સેવ
1 અડદના પાપડનો ચુરો
1 ટી. સ્પૂન રેડ ચીલી ફ્લેક્સ
1 ટી. સ્પૂન મરી પાઉડર
1 ટી. સ્પૂન ચાટ મસાલો
મીઠું સ્વાદાનુસાર
એસેમ્બલ કરવા માટે:
તેલ
ચીઝ
રાંધવાની સૂચનાઓ
ચીલા નું બેટર બનાવવા માટે:
મગની ફોતરાવાળી દાળ અને ચોખાને ચોખ્ખા પાણીથી ધોઈને બે થી ચાર કલાક માટે પલાળી રાખવાનું છે. ત્યારબાદ તેમા થોડું પાણી ઉમેરી તેને મિક્સર ની જારમાં પીસી લેવાનું છે. ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ચાટ મસાલો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. જેથી ચીલા બનાવવાનું બેટર તૈયાર થઈ જશે.
પનીરનું સ્ટફીંગ બનાવવા માટે:
એક બાઉલમાં ખમણેલું પનીર લઈ તેમાં સમારેલા ટામેટાં, ઝીણી સેવ, અડદના પાપડ નો ચુરો અને ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો, મરી પાઉડર અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાનું છે. આ બધું બરાબર રીતે મિક્સ કરી સાઈડ પર રાખી દેવાનું છે.
મસાલા ઉમેરી બરાબર રીતે મિક્સ કરી રાખી દેવાનું છે.
એક નોનસ્ટિક લોઢી ને ગરમ કરી તેના પર તેલ લગાડી, પાણી છાટી ને ચીલાનું તૈયાર કરેલું બેટર પાથરવાનું છે. તેની ફરતે તેલ લગાડી એક સાઇડ કુક થઈ જાય એટલે તેને ફેરવી ને બીજી સાઈડ પણ કુક કરી લેવાની છે.
આ ચીલાના વચ્ચેના ભાગમાં તૈયાર કરેલું પનીરનું સ્ટફીંગ ઉમેરી બંને તરફથી ચીલાને વાળી દેવાના છે.
આ રીતે બધા ચીલા તૈયાર કરી, તેના પીસ કરીને, તેના પર ચીઝ ખમણી ને ગરમા ગરમ સર્વ કરી શકાય.
Comments
Post a Comment
Harshidasoni.hs29@gmail.com