*જૈન સુરતી ઉંધિયુ*
*સામગ્રી*
250 ગ્રામ સુરતી પાપડી
250 ગ્રામ તુવેર દાણા વટાણા અને લીલાચણા
250 ગ્રામ ટીંડોળા. તુરીયા ગ્રીન કાકડી
2 કાચા કેળા બે પાકા કેળા
1 કપ મેથીની ભાજી
2 કપ કોથમીર બારીક સમારેલી
1 ટામેટું
1/4 ચમચી ઈનો
1 વાટકી ઘઉંનો લોટ
2 ચમચા ચણાનો લોટ
1 ચમચો રવો
2 ચમચી હળદર
1/2 કપ ધાણાજીરૂ
1/2 કપ નારિયેળનું ખમણ
2 ચમચા શીંગ નો અધકચરો ભૂકો
2 ચમચી તલ
૧ ચમચી ગરમ મસાલો
4 ચમચી સાકર પસંદ હોય તે પ્રમાણે
૧ લીંબુનો રસ
૪-૬ ચમચા તેલ
1/2 ચમચી જીરૂ
1/4 ચમચી હિંગ
*રીત*
પહેલા બધા પાપડી, અને દાણાવાળા શાક વીણી,અને ધોઈ લેવા
પછી કૂકરમાં એક ગ્લાસ પાણી મૂકીને તેમાં મીઠું અને 1/4 ચમચી ઈનો એડ કરીને બે વિસ્સલ કરી લેવી.
અને તરત જ whistle ઉંચી કરી વરાળ કાઢી લેવી અને કુકર ખોલી લેવું જેથી અંદરના દરેક દાણા ગ્રીન કલરના રહેશે
ઘઉંનો લોટ,ચણાનો લોટ, રવો, મેથીની ભાજી બારીક કાપીને, તેમાં તેલનું મોણ, હળદર, ધાણાજીરું, મીઠું,સાકર, તથા લીંબુ એડ કરી.બધું બરાબર મિક્સ કરવું.
અને થોડું થોડું પાણી એડ કરીને તેના બધા મુઠીયા વાળી અલગ રાખવા.
તુરીયા, કાકડી,ટીંડોરા, મોટા મોટા પીસ સમારીને,તેને તેલમાં તળી લેવા,
કેળાના પણ મોટા પીસ કરીને તળી લેવા.
અને જે મુઠીયા બનાવ્યા છે.
તે પણ તળી લેવા.
એક પેનમાં જે શાકભાજી તળેલા છે, છે તે તેલ લેવું.
જો તેલ ઓછું હોય તો તેમાં બેથી ત્રણ ચમચા તેલ રેડવું.
અને તેમાં જીરુ એડ કરવું.
તેમાં હિંગ એડ કરવી.
અને તેમાં જે બાફેલા શાકભાજી છે.એટલે કે જે દાણા છે.પાપડી છે. તે એડ કરવા.
અને તેમાં પ્રમાણસર મીઠું,અને ધાણાજીરું એડ કરવું.
અને લીલા મરચાની પેસ્ટ કરવી.
ગ્રીન મસાલો:-
ધાણાજીરું,કોથમીર, ખમણેલું કોપરું,શિગ નો ભૂકો,તલ,સાકર, ગરમ મસાલો,લીંબુ, બધું સાથે મિક્સ કરીને ગ્રીન મસાલો તૈયાર કરવો.
અને હવે પેનમાં દાણાવાળા શાક ની અંદર બધા ફ્રાય કરેલા શાક,એટલે કે ટીટોડા તુરીયા કાકડી વગેરે એડ કરવા.
કેળા રહેવા દેવા.
અને તેના ઉપર ગ્રીન મસાલો એડ કરવો.
હવે તેમાં થોડું પાણી એડ કરી અને બધું મિક્સ કરવું.
પછી તેમાં કાચા કેળા.અને મુઠીયા.બંને છુટા છુટા પેનમાં ગોઠવવા.
ઉપર પાછો ગ્રીન મસાલો પાથરવો.
અને થોડું પાણી રેડવું ૨ ચમચા એડ કરવું.
અને ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ રહેવા દેવું.
હવે પાકા કેળા પસંદ હોય તો આ ગ્રીન મસાલો પાકા કેળા ની ચીરી કરીને તેમાં ભરી લેવો.
અને અને કાચા કેળાની ઉપર પાકા કેળાના છાલ સાથે ના પીસ,તથા ટમેટાના પીસ મુકવા.
અને પાછો ગ્રીન મસાલો ઉપર મૂકો.
અને ઉપર થોડું પાણી મૂકીને પાંચ મિનિટ ચડવા દેવું.
આપણું ઊંધિયું તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો.
તૈયાર થયેલા ઉંધિયા ને સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરવું.
જૈન હરિયાલી સુરતી ઊંધિયું તૈયાર છે.
Comments
Post a Comment
Harshidasoni.hs29@gmail.com